રાજ્યમાં સૂર્યદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તાપમાનનો ૪૩°પારો પહોંચતા લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે. બપોરના સમયે લોકોએ અગત્યના કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે વડોદરામાં શનિવારે ૪૩°c તાપમાન નોંધાતા એકજ દિવસમાં સાત લોકોને છાતીમાં દુખાવો, ગભરામણથી મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા તથા આણંદથી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં આવેલા દર્દીએ હૃદયરોગના હુમલાના કારણે જીવ ગુમાવ્યો છે. રોજ બે રોજ તાપમાનનો પારો વધતા શહેરીજનો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં વધતા તાપમાનને કારણે લોકો હૃદયરોગના શિકાર બનતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારે શહેરની સયાજી હોસ્પિટલમાં નોંધાયેલી યાદી અનુસાર સાત લોકોએ હૃદયરોગના હુમલાના કારણે જીવ ગુમાવ્યા છે.
૨૪કલાકમાં મૃત્યુ પામેલાઓની યાદી :
1 - સંજય સોલંકી, 32 વર્ષ ઉંમર તરસાલી
2 - બ્રિજેશ કુમાર પાંડે , 57વર્ષ , શરદ નગર તરસાલી રિટાયર્ડ આર્મી મેન
3 - ચેતનભાઈ પોપટભાઈ રાઠવા , 57 વર્ષની ઉંમર , જલારામ નગર ડભોઈ રોડ, પોલીસ HQ
4 - નરેન્દ્ર મેરા રાઠવા, 54 વર્ષ SSG હોસ્પિટલના વહિવટી કર્મચારી
5 -મગન કેશવ રોહિત, 67વર્ષ - વાસણા કોતરીયા
6 - હસમુખ દેવજી પ્રજાપતિ, 55 વર્ષ મોગર ગામ, આણંદ
7 -હંસાબેન નાયક 70વર્ષ -સમતા રોડ
ઉલ્લેખનીય છે કે, 57 વર્ષીય ચેતનભાઈ રાઠવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એડિશનલ ડેઇલી ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા હતા. જેઓ નજીકના દિવસોમજ રિટાયર્ડ થવાના હોવાની માહિતી મળી રહી છે. જ્યારે બ્રિજેશ કુમાર પાંડે એક રિટાયર્ડ આર્મીમેન હતા, તથા 70 વર્ષીય હંસાબેન તેમના જમાઈનો ફોન ના ઉપડતા ફાયર બ્રિગેડની મદદથી દરવાજુ તોડી ઘરમાં પ્રવેશતા તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેથી તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
Reporter: News Plus